વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત
મોરબીના યુવાનએ રાજકોટમાં જીવન ટુકાવ્યું
SHARE







મોરબીના યુવાનએ રાજકોટમાં આપઘાત કર્યો,22 વર્ષીય યુવાન રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતો, મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો, ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : કારણ અકબંધ
મોરબીના 22 વર્ષીય મકબુલ સુમરાએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર, મકબુલ અલીમહંમદ સુમરા (ઉંમર વર્ષ 22, રહે.મોરબી, વીસીપરા મેઈન રોડ મોરબી) ગઈકાલે 6:45 વાગ્યાં આસપાસ રાજકોટના વૈશાલીનગર શેરી નંબર 3 હરિભાઈ ડાંગરના મકાનમાં હતો. ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. મકબુલ મૂળ મોરબીનો વતની હતો. તેના પિતા અલીમહંમદભાઈ મોરબીમાં ભંગારનો ધંધો કરે છે. મકબુલ ત્રણ ભાઈ અને એક બેનમાં ત્રીજા નંબરનો હતો. તે અપરણિત હતો. અહીં રાજકોટમાં વૈશાલીનગરમાં રૂમ ભાડે રાખી મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો હતો. પરિવારજનો આત્મહત્યાના કારણથી અજાણ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
