મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાશે
SHARE







મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાશે
મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો દ્વિતીય પાટોત્સવ આગામી તા 3/10 ના રોજ યોજાશે. જેમાં એસટીના જુના નિવૃત થયેલા તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.
મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના દ્વિતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાટોત્સવ આગામી તા 3/10 ના રોજ રાખવામા આવેલ છે અને સવારે 8:30 કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના તમામ વડીલોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે
