હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં બાલાની ટેકનો પેક લી. ફેકટરીમાં આગ લાગતા તેનો વીમો એસ.બી.આઇ જનરલ ઇન્સ્યુ. નો વીમો હતો જો કે, વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વિધુતના દબાણને કારણે આગ લાગી હોવાનુ કહી વીમો ના મંજુર કર્યો હતો જેથી તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ૧૨,૬૨,૮૧૩ રૂપિયા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ અને અન્ય ખર્ચના ૫૦૦૦ સાથે ચુકવવા વીમા કંપનીને ચૂકવવા માટે હુકમ કરેલ છે.

આ કેઇસની હકીકત એવી છે કે, બાલાજી ટકનોપેક લી. ના ભાગીદાર મીત આનંદભાઈ દેત્રોજા તેમા ભાગીદાર તેની ફેકટરી માં તા.૪/૦૧/૨૦૨૪ માં આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને તેઓએ વીમો એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. નો લીધેલ હતો. અને સમયસર તમામ કાગળો વીમા કંપનીને મોકલી આપેલ હતા તો પણ વીમા કંપનીએ કહેલ કે વધારે પડતુ વિધુત દબાણને કારણે આગ લાગી છે તેમ કહી રેપ્યુડ લેટરથી કલેઈમ ના મંજુર કરેલ જેથી મીતભાઈ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ વીમા કંપનીનો નિર્ણય ભુલ ભરેલો છે અને તેની સેવામાં ખામી હોઈ બાલાજી ટેકનો પેક ને ૧૨,૬૨,૮૧૩ પુરા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ થી ચુકવવાનો હુકમ કરેલ છે સાથે અન્ય ખર્ચના ૫૦૦૦ મંજુર કરેલ છે અને જો સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાની રહેશે તેવો આદેશ કરેલ છે.






Latest News