મોરબીમાં પારૂલ પ્રગતિ મહિલા મંડળ સહિતની ત્રણ સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઇ-ફરસાણના વિતરણનું આયોજન
મોરબી નજીક રામકો સોસાયટીમાં સુવિધા ન મળતા કીચડ રમતોત્સવ યોજીને લોકોએ કર્યો વિરોધ: ધારાસભ્યના નામના લીધા છાજિયા
SHARE







મોરબી નજીક રામકો સોસાયટીમાં સુવિધા ન મળતા કીચડ રમતોત્સવ યોજીને લોકોએ કર્યો વિરોધ: ધારાસભ્યના નામના લીધા છાજિયા
મોરબીના ઘુટુ ગામ પાસે રામકો સોસાયટી આવેલ છે ત્યાં રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી કોઈ પ્રાથમિક સુવિધા લોકોને મળી રહી નથી જેથી કરીને સ્થાનિક લોકોએ અગાઉ સરપંચથી લઈને ધારાસભ્ય સુધી રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી આજે સોસાયટીમાં કીચડ રમતોત્સવ કરીને બાળકો, મહિલાઓ અને પુરુષો દ્વારા આનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ટંકારાના ધારાસભ્યના નામના મહિલાઓ દ્વારા છાજિયા લેવાયા હતા.
મોરબીના ઘૂટું ગામ પાસે ગામ રામકો સોસાયટીનું વર્ષ 2009 માં પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં ત્યાં બાંધકામ થયું છે અને છેલ્લા 15 વર્ષમાં ત્યાં ઘણા મકાનો બની ગયેલ છે અને લોકો રહેવા માટે પણ ત્યાં આવી ગયા છે જો કે, આજની તારીખે લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા મળતી નથી. જેથી લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તો પણ સુવિધા આપવામાં આવી રહી નથી જેથી સોસાયટીના લોકોને આજે કીચડની વચ્ચે ક્રિકેટ અને ગરબા રહીને કીચડ રમતોત્સવ યોજીને અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના નામના મહિલાઓ દ્વારા છાજિયા લેવામાં આવ્યા હતા.
રામકો સોસાયટીના સ્થાનિક આગેવાન હિતુભા રાઠોડે જણાવ્યુ હતું કે, પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે થઈને ઘુટુ ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરેલ છે અને છેલ્લે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ સોસાયટીના રોડ રસ્તાના રાજીનામાં આપવામાં આવેલ નથી જેથી ત્યાં સરકારની કોઈપણ ગ્રાન્ટ આપી શકાય નહીં જેથી સ્થાનિક લોકો દ્વારા સોસાયટીના તમામ રોડ રસ્તાના રાજીનામાં ઘૂટું ગ્રામ પંચાયતને આપી દેવામાં આવેલ છે. તો પણ અહીના લોકોને પ્રાથમિક સુવિધા મળે તેના માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કીચડ રમતોત્સવ યોજીને તંત્રની આંખ ખોલવા માટેનો પ્રયાસ સ્થાનિક લોકોએ કર્યો હતો.
મોરબીના ઘૂટું ગામે ખેતીની જમીનને બિનખેતી કરાવ્યા પછી જુદાજુદા બિલ્ડરો દ્વારા રામકો સોસાયટીમાં મકાન બનાવવામાં આવ્યા છે. અને ત્યાં લાઇટ, પાણી, રોડ રસ્તા ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ બિલ્ડરોએ પૂરી પાડવાની હોય છે પરંતુ તેમણે આપેલ નથી અને તાજેતરમાં સોસાયટીના રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતની સુપ્રત કરવામાં આવી છે તેવી માહિતી ગામના તલાટી મંત્રી ભાવેશભાઈ કસૂન્દ્રા દ્વારા આપવામાં આવી હતી અને વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, બિલ્ડર દ્વારા સોસાયટીમાં જે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી હોય તેનો નિભાવ પંચાયતે કરવાનો હોય છે પરંતુ બિલ્ડરે કોઈ સુવિધા સ્થાનિક લોકોને આપેલ નથી જેથી હવે સરકારમાંથી કે ધારાસભ્ય અથવા સાંસદ સભ્યની ગ્રાન્ટ મળે ત્યાર પછી જ કામ થઈ શકે તેમ છે.
