મોરબીમાં પારૂલ પ્રગતિ મહિલા મંડળ સહિતની ત્રણ સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઇ-ફરસાણના વિતરણનું આયોજન
SHARE







મોરબીમાં પારૂલ પ્રગતિ મહિલા મંડળ સહિતની ત્રણ સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઇ-ફરસાણના વિતરણનું આયોજન
મોરબીમાં પારૂલ પ્રગતિ મહિલા મંડળ, અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબી તેમજ આરાધ્યા સખી મંડળ મારબીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી નિમિતે મીઠાઈ વિતરણનું આયોજન કર્યું છે જેમાં બજાર ભાવ કરતાં સસ્તુ અને ભરપૂર ગુણવત્તા ફરસાણ અને મીઠાઇ આપવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં પારૂલ પ્રગતિ મહિલા મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા દિવાળી પર્વમાં મીઠાઈ ફરસાણ રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિતરણ કરવામાં આવનાર છે જેથી મીઠાઈની સાથે વિશ્વાસ, ગુણવત્તા તેમજ સંસ્થા સાથે જોડાયેલ મહિલા વિકાસ અને મહિલા રોજગારી માટેના કામોને ટેકો કે મદદ કરવાની ભાવના સાથે મીઠાઇ અને ફરસાણ તેઓની સંસ્થા પાસેથી લેવા માટે અનુરોધ કર્યો છે અને આટલું જ નહીં જે કંપનીને પોતાનું બ્રાન્ડીગ કરવું હોય તો તે પણ કરી આપવામાં આવશે. અને જો કોઈ સ્પેશિયલ મીઠાઈ બનાવી આપવામાં આવશે જેથી પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ તેમજ આરાધ્યા સખીમંડળ-મોરબી એમ-૪૬/૨૫૬ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, જ્ઞાનપથ વિદ્યાલય સામે, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ મોબાઈલ નંબર ૯૯૧૩૨ ૦૦૬૦૦ અથવા ૯૦૩૩૫ ૫૧૦૦૦ ઉપર સંપર્ક કરવા માટે યાદીમાં જણાવ્યુ છે.
