મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા હતા સાથે સાથે સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક  ભરતભાઇ રબારીનું બૌદ્ધિક હતું. આ તકે મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. અને પૂર્ણ ગણવેશમાં તરૂણ બાલ મળીને કુલ 93 લોકોએ ઘોષ સાથે ઘુટુ ગામમાં સંચલન કાઢ્યું હતું આ કાર્યક્રમમાં અન્ય પ્રત્યાક્ષિતમાં દંડયોગ અને નિયુદ્ધનું પણ પ્રત્યાક્ષિત રહ્યું હતું વધુ વાત કરતા બૌદ્ધિકમાં સંઘની 100 વર્ષની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારોનો સામનો કેમ કરવો અને હવેના સમયમાં સંઘ કાર્ય કેમ કરવુંએ વિષય પર બૌદ્ધિક રહ્યું હતુ.




Latest News