મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. અને સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. ત્યારે તાજેતરમાં જે સોશ્યલ મીડિયા મારફતે માહિતી સામે આવી હતી તે તદન ખોટી અને તથ્યવિહિન હોવાનું મોરબી સીરામીક મેન્યુ .એસો. પ્રમુખે પત્રકારોને જણાવ્યુ છે.

હાલમાં મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખે જણાવ્યુ છે કે, તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી હતી તે ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન હોવાનું સામે આવ્યું છે. અને કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસનો પગાર ચૂકવવામાં વિલંબ થયો છે તેવું સામે આવ્યું હતું. આજની તારીખે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક કારખાનામાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. જો કે, અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસો. સખત શબ્દોમાં વખોડી કાઢે છે.




Latest News