રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન


SHARE







મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ટંકારા ખાતે સભા ને ત્યારે બાદ ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધીની આ રેલી યોજાશે. જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો જોડાયા છે.

મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 - 30 વર્ષ સુધી ખાનગી કંપનીઓના મહાકાય વીજ લાઈનો માટેના પોલ ઉભા રહે છે. જ્યાંથી વીજ લાઈન પસાર થાયએ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર, બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકે, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકે અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોયે સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે. જેના વિરોધમાં આજે ટંકારા ના કલ્યાણ પર ખાતે ગુજરાત કિસાન સંકર સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સભા પૂર્ણ થયા બાદ ટંકારાથી મોરબી સુધીની ખેડૂતોની ટ્રેક્ટર રહેલી યોજાશે અને ખાસ કરીને રાજસ્થાનમાં જે રીતે રાજસ્થાન સરકાર વર્ષ 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવાનો પરિપત્ર કરે છે તે જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવા માટેનો પરિપત્ર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમજ વર્ષ 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે, માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025 ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું  તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જંત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે હાલમાં ટ્રેક્ટર રેલી યોજીને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે અને જો હવે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં આવી જ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News