મોરબીના નવા જાંબુડીયા પાસે ટાઇલ્સના કારખાનામાં ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં ઢીંચણના દુખાવાથી કંટાળીને વૃદ્ધાએ પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE







મોરબીમાં ઢીંચણના દુખાવાથી કંટાળીને વૃદ્ધાએ પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને ઢીંચણનો દુખાવો હતો અને તેનાથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં તુલસી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 704 માં રહેતા વિજયાબેન તુલસીભાઈ દેત્રોજા (75)એ પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાને ઘણા સમયથી ઢીંચણનો દુખાવો હતો અને તેનાથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે જેની પોલીસે નોંધ કરી આગાહી કાર્યવાહી કરી છે
