મોરબીમાં ઢીંચણના દુખાવાથી કંટાળીને વૃદ્ધાએ પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં ઘર પાસે ઓટા ઉપરથી પડી જતાં માથામાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE







મોરબીમાં ઘર પાસે ઓટા ઉપરથી પડી જતાં માથામાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસે રહેતો યુવાન પોતાના ઘરે ઓટા ઉપર બેઠો હતો દરમિયાન કોઈ કારણસર તે પડી જતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને તેના પિતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે રહેતો મેહુલ રસિકભાઈ જોગીયાણી (25) નામનો યુવાન ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘર પાસે ઓટા ઉપર બેઠો હતો દરમિયાન કોઈ કારણોસર તે યુવાન પડી ગયો હતો અને તેને માથામાં આગળના ભાગે ડાબી બાજુએ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેના પિતા રસિકભાઈ જોગીયાણી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
