વાંકાનેરના ઢુવા માટેલ રોડેથી 240 બીયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો, એક ફરાર: 3.30 લાખનો મુદામાલ કબ્જે
SHARE
વાંકાનેરના ઢુવા માટેલ રોડેથી 240 બીયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો, એક ફરાર: 3.30 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર તાલુકામાં ઢુવા માટેલ રોડ ઉપરથી પસાર થઈ હતી જે કારનો તાલુકા પોલીસની ટીમ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને કારને રોકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના 240 ટીન મળી આવ્યા હતા જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતમાં બિયર તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,30,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના અજયસિંહ ઝાલા અને સામતભાઈ છુછીયાને મળેલી બાતમી આધારે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી થી માટેલ તરફ જતા રસ્તા ઉપર વોચ રાખવામાં આવી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી કાર નંબર જીજે 36 એએફ 1469 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી બિયરના 240 ટીન મળી આવ્યા હતા જેથી 30,000 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર ચાલક સ્થળ ઉપરથી તકનો લાભ લઈને નાશી ગયો હતો જો કે, કાર ચાલકની બાજુની સીટ ઉપર બેઠેલા આરોપી લાલજીભાઈ પ્રવીણભાઈ ડાભી રહે. સોઓરડી રામદેવપીર મંદિર પાછળ ખડીયાવાસ મોરબી મૂળ રહે. દુધઈ તાલુકો જોડિયા વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા રહે. મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી