મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ
SHARE














મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ
ગાંધીનગર ખાતે શુક્રવારે મહાત્મા મંદિરમાં રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 મંત્રીઓએ શપથ લીધા હતા અને તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સાંજે મળેલ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં શુક્રવારે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના ભાજપના 162 ધારાસભ્ય હાજર રહ્યા હતા અને તેમાંથી કુલ મળીને મુખ્યમંત્રી સહિત 20 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ મળીને નવ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવેલ છે જો મોરબીની વાત કરીએ તો છેલ્લા 32 વર્ષથી ભાજપનું મોરબી અને માળીયામાં નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને પણ આજે રાજય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યાર બાદ સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા અને તેઓને આજે જ જુદાજુદા વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવેલ છે ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સોંપવામાં આવેલ છે જેથી ભાજપના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં હર્ષની લાગણી છે.

