મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!
રઝડતા ઢોરની રંજાડ: મોરબીમાં શનાળા રોડ-કલેક્ટર બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ
SHARE
રઝડતા ઢોરની રંજાડ: મોરબીમાં શનાળા રોડ-કલેક્ટર બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ
મોરબી શહેરના દરેક વિસ્તારમાં ખુટિયાઓની સમસ્યા વધી ગયેલ છે અને ગમે ત્યારે આ રઝડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા જો રઝડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં ઝડપ નહિ લાવે તો આગામી સમયમાં રાહદારી કે અન્ય લોકો પણ વ્યક્તિ માટે આ રઝડતા ઢોર જીવલેણ બની શકે છે ગઇકાલે મોરબીમાં શનાળા રોડ ઉપર અને કલેક્ટરના બંગલા પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી ગયેલ હતી જો કે, સદનસીબે કોઈએ ઇજા કે જાનમાલને નુકશાની થયેલ નથી જો કે, નિર્દોષ લોકો આ રઝડતા ઢોરની ઝપટે ચડે તે પહેલા પાલિકા દ્વારા લોકોની સલામતી માટે રસ્તા ઉપર રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
મોરબીમાં રઝડતા ખુટિયા કોઈપણ વિસ્તારમાં ગમે ત્યારે યુદ્ધે ચડે છે જેથી કરીને લોકોના જીવ જોખમમાં મુક્યા છે અને અગાઉ મોરબીના રવાપર રોડ સહિતના વિસ્તારોમાં આવા જ રઝડતા ઢોરે લોકોના જીવ લીધા હતા તેવા બનાવો બની ગયેલ છે આવા બનાવો ફરી પાછા ન બને તે માટે પાલિકા દ્વારા રઝડતા ઢોરને પકડવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે તે જરૂરી છે ગઇકાલે મોરબીમાં કલેક્ટરના બંગલા પાસે બે ખુટિયા યુદ્ધે ચડ્યા હતા અને એકમેકને પડી દેવા માટે લડાઈ શરૂ કરી હત જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતાં લોકો પોતાના જીવના જોખમે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને લગભગ એક કલાક સુધી આ ખુટિયાએ રોડ ઉપર આતંક મચાવ્યો હતો આ વીજ રીતે શનાળા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા અને અડધા કલાક સુધી દોડાદોડી કરતાં હોવાથી લોકોના જીવ પડિકે બંધાયા હતા અગાઉ હાઉસિંગ બોર્ડમાં સ્કૂલ પાસે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને વિદ્યાર્થીઓએ સ અહિતના લોકોને પોતાના જીવ બચાવવા ભાગવું પડ્યું હતું જો કે, ત્યાં પડેલા વાહનોમાં આ ખૂંટીયાઓએ નુકશાની કરી હતી ત્યારે રઝડતા લોકો મોરબીમાં કોઇની માટે જીવલેણ સાબિત થાય તે પહેલા રઝડતા ઢોરને પકડવા માટે પાલિકા દ્વારા નક્કર આયોજન કરીને તેનો અમલ કરવમાં આવે તે જરૂરી છે.