મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!
13-12-2021 08:51 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પૂએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હત્યાના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વાંકાનેરમાં મોડી સાંજે ગાયત્રી મંદિર પાસે કોઈ બાબતે ડખ્ખો થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં અનેક મર્ડર થયા છે જેમાં કોંગ્રેસ આગેવાન મોટલાણી પિતા-પુત્રના મર્ડર, મમુદાઢી ડબલ મર્ડર સહિત છેલ્લા સમયગાળામાં અનેક મર્ડર થયા હોય જિલ્લાભરમાં પોલીસનો ગુનેગારોને લેશમાત્ર ભય ન હોય તેવા માહોલનું સર્જન થયું છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર યુવાનને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી ત્યારે પ્રાથમિક વિગત એવી સામે આવી છેકે મૃતક યુવાનનું નામ કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ ૩૬) છે જોકે કયા કારણોસર તીક્ષ્ણ હથીયારોના ઘા મારીને કેશાભાઇની નિર્મમ હત્યા કરવામાં આવી છે..? અને કોણે બનાવને અંજામ આપેલ છે તે દિશામાં હાલમાં વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતક યુવાનના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની પણ કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.