મોરબી નજીક આવેલ હરિગુણ રેસીડેન્સીના કૂવામાં પડી જવાથી વૃદ્ધનું મોત
વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામની સીમમાં રહેતા યુવાનની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હતી જેને દિવાળી ઉપર પાછા આવવા માટે યુવાને કહ્યું હતું જો કે, યુવાનની પત્ની પછી આવી ન હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક અને વરમોરા સીરામીકની પાછળના ભાગમાં રહેતા કરણકુમાર વિનોદકુમાર કઠેરિયા (32) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેના ભાઈ ગગનકુમાર વિનોદકુમાર કઠેરીયા (22) રહે. હાલ ઢુવા મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક કરણકુમાર ની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હોય દિવાળીના તહેવારમાં કરણકુમારે ફોન કરીને તેની પત્નીને પોતાની પાસે આવવા માટે થઈને કહ્યું હતું જોકે, તે આવી ન હતી જેથી કરીને મનોમન લાગી આવતા કરણકુમારે ગળાફાંસો ખાઈ લીધો હતો તેવી માહિતી તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે