મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: જાંબુડીયા ગામ પાસે પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત


SHARE







મોરબીના ચાંચાપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: જાંબુડીયા ગામ પાસે પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત

મોરબીના ચાચાપર ગામે ગ્રામ પંચાયતના પાણીના ટાંકાના ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તે યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તે યુવાનનો મોત નીપજ્યું છે. જ્યારે જાંબુડીયા ગામે કારખાનાની પાછળના ભાગમાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ચાચાપર ગામે ગ્રામ પંચાયતના પાણીના ટાંકાના ગ્રાઉન્ડમાં ચાચાપર ગામે રહેતા વિમલભાઈ હીરાભાઈ સોમકિયા (44) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રાથમિક સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સંજયભાઈ હીરાભાઈ સોમકિયા (50) રહે હાલ ન્યારા ગામ જામનગર રોડ રાજકોટ મૂળ રહે ચાચાપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ નીલકોર બાથ સીરામીક પાછળના ભાગમાં કરીબેન લાખાભાઈ ભરવાડીયા (26) નામની યુવતી કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને રમેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ સાથે રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ (32) રહે વાવડી રોડ ગાયત્રી નગર શ્રદ્ધા પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂની બોટલ તેણે મહમદભાઈ યુસુફભાઈ તલાટ રહે. પંચાસર રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બંનેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શ્રદ્ધા પાર્ક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 475 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ચંદ્રેશ છગનભાઈ પરમાર (43) રહે પંચાસર રોડ રાધે ક્રિષ્ના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેણે તુલસી હસમુખભાઈ સંખેસરીયા રહે. પંચાસર રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે જેથી બંને સામે ગુનો નોંધીને બંનેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News