મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં આવેલી ન્યુ વરિયા પ્રજાપતિ નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ સામે ન્યુ વરિયા પ્રજાપત નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરાની 16 વર્ષની દીકરી સંજનાબેન સીતાપરાએ કોઈપણ કારણોસર કારખાનાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ આર.આર.મિયાત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતી કે, મૃતક સગીરાને આંચકીની બીમારી હતી. તેવુ તેના પરિવારની પૂછપરછમાં સામે આવ્યું છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (27) નામનો યુવાન કોઈ કારણોસર ઈંટોનો ભઠ્ઠા પાસે ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોનલ સોસાયટીમાં રહેતા શાંતુબાઈ અમરસિંહ લાંબા (70) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રફાળેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News