મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે: સમાજના સ્નેહમિલન સાથે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કરશે સન્માન


SHARE









મોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે: સમાજના સ્નેહમિલન સાથે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કરશે સન્માન

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે, આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે, ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ આગામી 5 મી નવેમ્બરના રોજ યોજાશે જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી હવન જપ તપ યજ્ઞ, બપોરે 2 વાગ્યે આનંદનો ગરબો,સાંજે 5  વાગ્યે સ્નેહમિલન યોજાશે જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને લોકો સમક્ષ મૂકવામાં આવશે, સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે.

તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ,કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાશે, ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો,પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભા,પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંક બહાર પાડવાનો હોય અંકની પ્રતનું મહાનુભાવો કર કમલોથી વિમોચન કરવામાં આવશે, સ્નેહમિલન સમારોહ બાદ સમૂહ ભોજન મહાપ્રસાદ લેવામાં આવશે અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી,ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ઉમા સંસ્કાર ધામના ચેરમેન એ.કે.પટેલ તેમજ તમામ ટ્રષ્ટિ દ્વારા મોરબી જિલ્લાના તમામ કડવા પાટીદાર પરિવારોને સમાજ શ્રેષ્ઠીઓને, રાજસ્વી હસ્તીઓને વગેરેને મહાપ્રસાદ તેમજ અન્ય તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં  આવેલ છે.




Latest News