હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે ઝઘડો કરીને ભાઈએ ભાઈ ઉપર ખંપારી વડે કર્યો હુમલો
SHARE
હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે ઝઘડો કરીને ભાઈએ ભાઈ ઉપર ખંપારી વડે કર્યો હુમલો
હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે વૃદ્ધ સાથે તેના ભાઈએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ખંપારી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા હાથ તથા આંગળીઓમાં માર મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા (59)એ તેઓના ભાઈ હસમુખભાઈ શીવાભાઈ ફુલતરીયા રહે. શિવપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, શિવપુર ગામે ચોથાળુ તરીકે ઓળખાતી સીમમાં તેઓની તથા આરોપીની એક જ શેઢે ખેતીની જમીન આવેલ છે અને તે વાડીના શેઢા બાબતે આરોપીએ ફરિયાદીની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ આરોપીએ તેની પાસે રહેલ ખંપારી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ફરિયાદીને જમણા હાથના ભાગે માર મારીને કોણી પાસે તથા આંગળીઓમાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં તેઓના ભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે