મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના રામપર નજીક ઇકોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મંદિરે દર્શન કરીને પરત જતાં વૃધ્ધનું મોત


SHARE







મોરબીના રામપર નજીક ઇકોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મંદિરે દર્શન કરીને પરત જતાં વૃધ્ધનું મોત

માળીયા (મી)ના વધારવા ગામ પાસે આવેલ ભારતનગરમાં રહેતા વૃદ્ધ પોતાનું એકટીવા લઈને રામપર ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રામપર ગામના પાટીયા પાસે ઇકો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના ભાણેજે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઇ દેવદાનભાઈ બાલાસરા (46)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે 36 આર 1811 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભારતનગરમાં રહેતા તેઓના મામા જેસંગભાઈ માલાભાઈ ડાંગર રામપર ગામે આવેલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પોતાનું એક્ટિવા જીજે 36 એક્યુ 2957 લઈને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ઈકો ગાડીના ચાલકે ઓવર સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને એકટીવાને હડફેટે લીધું હતું જેથી જેસંગભાઈ ડાંગર રોડ ઉપર નીચે ટકાતા તેઓને માથાના ભાગે તથા શરીરે અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું

હળવદના માનસર ગામે રહેતા ચેતનસિંહ માનસંગભાઈ ટાંક (30)એ ટ્રક નંબર જીજે 27 ટીડી 4818 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદની સરા ચોકડી પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 5570 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગના ઢીંચણથી નીચેના ભાગમાં ફેક્ર જેવી ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News