મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ન્યાય તંત્ર-સરકાર ઉપર પૂરો ભરોસો છે. હવે મારો દીકરો સાહિલ માજોઠી મોરબી જરૂર પાછો આવશે: હસીનાબેન માજોઠી


SHARE









ન્યાય તંત્ર-સરકાર ઉપર પૂરો ભરોસો છે. હવે મારો દીકરો સાહિલ માજોઠી મોરબી જરૂર પાછો આવશે: હસીનાબેન માજોઠી

મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે ગયો હતો અને ત્યાં તેને સ્ટેન્ડર કર્યું હતું અને તે વાતને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ આજની તારીખે સાહિલ ક્યાં છે ?, કઈ હાલતમાં છે ?, તેની તબિયત કેવી છે ? તેની કોઈને ખબર નથી અને તેના પરિવાર સાથે ક્યારેય પણ વાત થઈ નથી. જેથી આ મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઇકોર્ટ દ્વારા સાહિલને તેની માતા સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવા માટે થઈને વ્યવસ્થા કરવા સરકારને હુકમ કરાયો છે. જેથી મારો દીકરો સાહિલ મોરબી પાછો મોરબી આવશે તેવો માટે સરકાર અને ન્યાય તંત્ર ઉપર પૂરો ભરોસો છે. તેવી સહિતના માતાએ કહ્યું છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન મોરબીથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે થઈને વર્ષ 2024 ના જાન્યુઆરી માહિનામાં રશિયા ગયો હતો અને ત્યાં ત્રણ મહિના પછી ડ્રગ્સના કેસમાં પકડાયા બાદ તે રશિયાની જેલમાં હતો દરમિયાન રશિયા તરફથી તેને બે થી ત્રણ વખત રશિયાની સિટિઝનશીપ સહિતની ઓફરો આપવામાં આવી હતી જે તેને સ્વીકારી ન હતી ત્યારબાદ તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે થઈને તૈયાર કરીને સાહિલને મોકલવામાં આવ્યો હતો જો કે, સાહિલ માજોઠીએ યુક્રેન સામે યુદ્ધ કરવાના બદલે યુક્રેનની સીમામાં જઈને ત્યાં સરેન્ડર કરી દીધું હતું.

ત્યાર બાદ ગત તા. 1/10/2025 ના રોજ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો હતો ત્યારે મોરબીમાં રહેતા માજોઠી હસીનાબેન અને તેઓના પરિવારને ખબર પડી હતી કે, તેમના દીકરો સાહિલ યુક્રેનમાં છે અને તેણે ત્યાં સરેન્ડર કર્યું છે જેથી તેને યુક્રેનની સેનાએ પકડી લીધેલ છે ત્યારબાદ સાહિલ માજોઠી મોરબી પરત આવે તેના માટે થઈને તેની માતા હસીનાબેન અને મામા ફારૂકભાઈ દ્વારા ગુજરાત અને ભારત સરકાર તેમજ જુદી જુદી જગ્યા ઉપર ઈમેલ મારફતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને તેઓના વકીલ મારફતે દિલ્હીની હાઇકોર્ટમાં આ મામલો લઈ જવામાં આવ્યો છે.

સોમવારે દિલ્હી હાઈકોર્ટે સાહિલ માજોઠી ક્યાં છે ?, કઈ હાલતમાં છે ? તે સહિતની બાબતોની તપાસ કરવા માટે સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરવા માટે સરકારને કહ્યું છે અને સાહિલને તેની માતા હસીનાબેન સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવવા માટે દિલ્હી હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જેથી આ બાબતે હસીનાબેન માજોઠી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, મારો દીકરો નિર્દોષ છે જેથી તેને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છું અને તે કામમાં મોરબીના વકીલ ચિરાગભાઈ કારીઆ અને દિલ્હીના વકીલ દીપાબેન જોસેફ તેઓને મદદ કરી રહ્યા છે અને જે રીતે કોર્ટે હાલમાં ડાયરેશન આપ્યું છે અને સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જો તા માટે ન્યાય તંત્ર અને સરકાર ઉપર પૂરો ભરોસો છે કે હવે મારો દીકરો મોરબી જરૂર પાછો આવશે.




Latest News