તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પાંજરાપોળ સહિત વિસ્તારોમાં લગાવવામાં આવેલ ટાવરની બેટરીના ૧૧૪ સેલની ચોરી


SHARE











મોરબીના મકનસર ગામે પાંજરાપોળ સહિત વિસ્તારોમાં લગાવવામાં આવેલ ટાવરની બેટરીના ૧૧૪ સેલની ચોરી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પાંજરાપોળમાં લગાવવામાં આવેલ ટાવરમાં લાગેલ બેટરીના સેલ તેમજ અન્ય જગ્યાઓએ લગાવવામાં આવેલ ટાવરના બેટરી સેલની ચોર ઇસમ દ્રારા ચોરી કરવામાં આવેલ છે.કુલ મળીને ૧૧૪ જેટલા બેટરી સેલની ચોરી થઈ હોય જે સંદર્ભે હાલ રૂા.૫૭,૦૦૦ ના મુદામાલની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (૩૨) રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી એ અજાણ્યા ચોર ઇસમની સામે ફરિયાદ નોંધાવી જણાવેલ છે કે, ગત તા.૧-૧૧ ના વહેલી સવારના ત્રણ વાગ્યાથી લઈને તા.૩-૧૧ ના રાત્રીના ૮-૩૦ વાગ્યા સુધીના સમય દરમિયાનમાં મોરબીના મકનસર ગામે સિમ વિસ્તારમાં પાંજરાપોળમાં લગાવવામાં આવેલ ટાવરની બેટરીના સેલ તથા અન્ય જગ્યાઓએ લગાવેલ ટાવરની બેટરીઓના કુલ મળીને ૧૧૪ જેટલા સેલની ચોરી કરવામાં આવેલ છે.એકસાઇડ કંપની તથા અમરરાજા કંપનીના બેટરીના સેલની ચોરી થયેલ હોય જે સંદર્ભે પ્રતિ સેલ રૂા.૫૦૦ ની કિંમત ગણીને હાલ કુલ રૂા.૫૭,૦૦૦ ની કિંમતના મુદામાલની કોઈ તસ્કર દ્વારા ચોરી કરવામાં આવેલ છે.જે અંગે ગુનો નોંધાતા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

છ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બે શંકાસ્પદોને પકડ્યા હતા અને તેમની અંગજડતી લેવામાં આવતા તેઓ પાસેથી છ બોટલ દારૂ મળી આવેલ હોય હાલ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૮ ના નાકા પાસેથી પસાર થઇ રહેલા સાહીલ કરીમભાઈ ચાનીયા સંધિ (૨૩) રહે.લાતી પ્લોટ શેરી નંબર-૮ તથા અનિશ હુશેનભાઇ સુમરા સંધિ (૨૧) રહે. જોન્સનગર શેરી નંબર-૧૪ ને અટકાવીને તેઓની અંગ જડતી લેવામાં આવી હતી ત્યારે તેઓ પાસેથી વિદેશી દારૂની છ બોટલ મળી આવી હોય રૂપિયા ૧૮૦૦ ની કિંમતના દારૂ સાથે હાલમાં સાહિલ ચાનિયા તથા અનિશ સુમરાની ધરપકડ કરી બંને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેઓ આ દારૂ કોની પાસેથી લાવ્યા ? તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા મુન્નાભાઈ ભારમલભાઈ સોઢા નામનો ૩૫ વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હોય તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મંજુબેન અમરશીભાઈ બડદા નામના ૪૫ વર્ષીય મહિલા તેઓના ઘરે હતા ત્યાં પાણી ગરમ કરતા સમયે હીટરમાં શોટ લાગ્યો હોય તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરના શુભનગર સોસાયટીમાં રહેતા જાગૃતીબેન રાજેશભાઈ ભોજવીયા નામની ૩૫ વર્ષની મહિલા કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના ફીનાઇલની ગોળીઓ પી ગયા હોય તેમને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News