મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા નજીકથી 540 બોટલ દારૂ-4464 બિયરના ટીન ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સો પકડાયા: 22.18 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના ચિત્રાખડા નજીકથી 540 બોટલ દારૂ-4464 બિયરના ટીન ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સો પકડાયા: 22.18 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ચિત્રાખડા ગામ નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 540 બોટલ દારૂ તથા 4464 બિયરના ટીમળી આવ્યા હતા જેથી 16 લાખથી વધુની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા વાહન અને મોબાઈલ ફોન મળીને 22.18 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી માલ ભરી આપનારનું નામ સામે આવ્યું છે અને માલ મંગાવનાર સહિત તપાસમાં જેના નામ સામે આવે તે આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કામગીરી કરી રહી છે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે થાનગઢ તરફથી ઊંડવી રોડ ઉપર પસાર થઈ રહેલી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 13 એક્સ 6305 ને રોકવામાં આવી હતી અને તે બોલેરો ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 540 બોટલો તેમજ બિયરના જુદી જુદી બ્રાન્ડના 4464 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 16.08 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા 10  હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 22,18,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બોલેરો ગાડીનો ચાલક ભરતભાઈ હકાભાઇ ઝાલા અને પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા રહે. બંને વિજળીયા તાલુકો થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલા રહે. વિજળીયા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે તેમજ દારૂ મંગાવનાર અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News