મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના યક્ષપુરુષનગર નજીક હાઇવે ઉપરથી 1000 લિટર દેશી દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા, 5 લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ


SHARE













વાંકાનેરના યક્ષપુરુષનગર નજીક હાઇવે ઉપરથી 1000 લિટર દેશી દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા, 5 લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ

વાંકાનેર તાલુકામાં આવતા યક્ષપુરુષનગર આઇઓસી પેટ્રોલ પંપની સામેથી વાંકાનેરથી મોરબી તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી 1,000 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળીને 5 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બોલેરોમાં બેઠેલા બે શખ્સોને પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનારના નામ સામે આવ્યા હોય કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ યક્ષપુરુષનગર આઇઓસીના પેટ્રોલ પંપની સામેથી બોલેરો ગાડી નંબર જીજે 3 બીડબલ્યુ 3201 પસાર થઈ હતી જેને તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને ત્યારબાદ તે બોલેરો ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 1,000 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 2 લાખની કિંમતનો દારૂ તેમજ 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ગાડીમાં બેઠેલ ઇમરાનભાઈ ઉર્ફે ભાઈજાન રજાકભાઈ ડેલીવાળા (30) રહે. ઘાંચીવાડ કબ્રસ્તાન પાસે ચોટીલા તથા સંજયભાઈ ઉર્ફે બગો દુદાભાઈ મેર (24) રહે. હાલ મોટી મોલડી હિંગળાજ માતાના મંદિરની સામે રમેશભાઈની વાડીએ તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન દારૂ ગાડીમાં ભરી આપનાર વિજયભાઈ ઉર્ફે ભૂરો વાલજીભાઈ માલકીયા રહે. રેશમિયા તાલુકો ચોટીલા તથા દારૂ મંગાવનાર કુલદીપભાઈ ભરતભાઈ પાડલીયા રહે. બેલા (રંગપર) વાળાનું નામ સામે આવેલ છે. જેથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

સા કરડી

ટંકારાના ઘુનડા ગામે દેવાબાપાની વાડીએ રેતાને મજૂરી કામ કરતા  મધુભાઈ કોળીના આઠ વર્ષના દીકરા વિજયને સા કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ પરમારનો 15 વર્ષનો દીકરો તનિષ બાઈકમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વીમાર્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News