હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

વાંકાનેર: પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતાં મહિલાએ અનંતની વાટ પકડી


SHARE













વાંકાનેર: પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે ઝઘડો થતાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીરમિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાને સવારનો નાસ્તો કરવા બાબતે તેના પતિ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તે મહિલા રિસાઈ ગઈ હતી અને તેનો પતિ રૂમની બહાર જતાની સાથે જ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘનશ્યામસિંહ આદિવાસીના પત્ની રીટાસીંગ ઘનશ્યામસિંગ આદિવાસી (22)એ પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ આ બનાવની મૃતક મહિલાના પતિ ઘનશ્યામસિંહ આદિવાસીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મહિલાના લગ્ન ચારેક વર્ષ પહેલાં થયા હતા અને બનાવના દિવસે મૃતક મહિલાને તેના પતિ સાથે સવારનો નાસ્તો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ મહિલા રિસાઈ ગઈ હતી અને તેનો પતિ રૂમની બહાર જતાની સાથે તેને પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

માળિયા (મી)ના જસાપર ગામે રહેતા હરદેવભાઇ સવાભાઈ હુંબલ (36) નામના યુવાનને ખાખરેચી અને કુંભારીયા ગામ વચ્ચે સ્કોર્પિઓ ગાડી ખાડામાં ઉતરી જતા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને બનાવની પોલીસને જણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના મકનસર ગામે રહેતા જીગ્નેશ કનુભાઈ બેડીયા (27) નામના યુવાને એસિ જેવું કોઈ પ્રવાહી પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર બાઈકમાંથી પડી જવાના કારણે સર્વજીત યાદવ નામના વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

કાર અને બાઈક વચ્ચે અકસ્માત

મોરબી નજીક આવેલ વેન્ટો સિરામિક કારખાના પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોડપર ગામે રહેતા બળવંતભાઈ જગદીશભાઈ બાવરવા (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News