મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો


SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતી મહિલા સાથે પાડોશમાં રહેતા મહિલાએ ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તે મહિલાની નણંદને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારીને મુંઢ ઇજા કરી હતી તેમજ તે મહિલાના પતિને લોખંડનો પાઈપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુરુ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં-2 માં રહેતા ડેનિશભાઈ વિઠ્ઠલભાઈ ભલાણી (30)એ રસીલાબેન અને તેના પિતાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓના પત્ની સાથે પાડોશી રસીલાબેને ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારે રસીલાબેને ફરિયાદીની બહેનને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ રસીલાબેનના પિતાએ લોખંડનો પાઈપ લઈ આવીને ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મધુબેન લાલજીભાઈ સાણજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નવીનભાઈ પરમાર (40) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News