મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

શોખ ભારે પડ્યો: હળવદના ભલગામડાના યુવાને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્તા પોલીસે બે શખ્સની કરી ધરપકડ


SHARE









શોખ ભારે પડ્યો: હળવદના ભલગામડાના યુવાને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્તા પોલીસે બે શખ્સની કરી ધરપકડ

હળવદના ભલગામડા ગામે રહેતા યુવાન પાસે હથિયારનું લાઇસન્સ કે પરવાનો ન હોવા છતાં સિંગલ બેરલ મજલ લોડ હથિયાર સાથે ફોટો અને વિડિયો લઈને ઇનસ્ટાગ્રામમાં તે શેર કર્યા હતા જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ફોટો શેર કરનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર બંને શખ્સને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સોશિયલ મીડિયામાં લાઈક અને વ્યુ વધારવા માટે ઘણી વખત ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ છે. ત્યાર બાદ પોલીસે દ્વારા ફોટો અને વિડીયો અપલોડ કરનારા શખ્સોની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે તો પણ આવા બનાવો સામે આવે છે જે હાલમાં હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા બાવલાભાઇ વિઠ્ઠલભાઈ દેત્રોજા (22)એ સિંગલ બેરલ મજલ લોડ હથિયાર સાથે ફોટો અને વિડીયો લઈને પોતાના ઇનસ્ટાગ્રામમાં તે અપલોડ કર્યા હતા જે મોરબી જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ફોટો પાડનાર તથા હથિયાર સાથે ફોટો પાડવા માટે થઈને હથિયાર આપનાર છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા (57) રહે. ભલગામડા વાળાને પકડીને તેઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News