મોરબીમાં વ્યાજ બાબતે આપેલ અરજીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપથી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં વ્યાજ બાબતે આપેલ અરજીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપથી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના રવાપર ગામ પાસે રહેતા યુવાને અગાઉ પૈસા બાબતે પોલીસમાં અરજી કરી હતી અને તે બાબતે સમાધાન થઈ ગયું હતું જોકે, તે વાતનું મનદુઃખ રાખીને બે શખ્સોએ યુવાન મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવાની શોપિંગ સેન્ટર નજીક હતો ત્યારે તેના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતી અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને ડાબા પગમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં મારુતિનંદન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-701 ખાતે રહેતા અને સિરામિક ટ્રેડિંગનું કામ કરતા કેવલભાઈ વિનોદભાઈ હરિયાણી (23)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ જેમલભાઈ ભુંભરીયા રહે. ગજડી અને પ્રકાશભાઈ રામજીભાઈ પઢારીયા રહે. રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાની શોપિંગ સેન્ટર નજીક તે હતો ત્યારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ એક વર્ષ પહેલા વ્યાજના પૈસા બાબતે પોલીસમાં અરજી આપેલ હતી જે બાબતે ત્યારે સમાધાન થઈ ગયું હતું તેનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને માર મારતા ડાબા પગમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેના પિતા અને મામાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઇક સ્લીપ
ઘુનડા સજનપર ગામે રહેતા મહેશભાઈ જયંતીભાઈ પરેચા (44) નામનો યુવાન બાઇક લઈને સદભાવના હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ હાલતમાં તે યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ નાથાભાઈ બહુકીયા (29) નામના યુવાને પોતે પોતાની જાતે પોતાના હાથ ઉપર છરી વડે ઇજા કરી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.