વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્સમ એકટના ગુનામાં બેની ધરપકડ


SHARE













મોરબીમાં આર્સમ એકટના ગુનામાં બેની ધરપકડ

મોરબીમાં હથિયાર અંગે એ ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયેલ જે ગુનામાં હાલમાં પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હથિયાર અંગેના આર્મસ એકટના ગુનામાં હાલમાં પીએસઆઈ એચ.એમ.પટેલે ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવ રાવલ જાતે બ્રાહ્મણ (ઉમર ૨૭) રહે.અનામિકા પાર્ક શનાળા બાયપાસ મોરબી અને તેના સાથીદાર યશપાલસિંહ ઘનુભા જાડેજા (ઉમર ૨૩) રહે.ખાનપર તા.મોરબીની હથિયાર અંગેના ગુનામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. માળિયા મિંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતો અનવર અકબરભાઈ જેડા નામનો ૪૭ વર્ષીય યુવાન ગામમાં બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત અનવર જેડાને સારવારમાં અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા મારામારી અને ધમકી આપવાના ગુનામાં પરેશ દિલીપ કાસુન્દ્રા (૨૨) રહે.બેલા(આમરણ) ની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઈ વાલજીભાઈ ઘોડાસરા નામનો ૩૨ વર્ષીય યુવાન લક્ષ્મીનગર ગામના પાટિયા પાસેથી જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા મનસુખ ઘોડાસરાને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News