મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
વાંકાનેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનારો હત્યારો પકડાયો
SHARE









વાંકાનેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનારો હત્યારો પકડાયો
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનને મારામારીને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને યુવાનનું મોત નિપજ્યું હતું આ બનાવ બાદ મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બનાવને નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરીને નાશી ગયેલા આરોપીને દબોચી લીધેલ છે
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે ગાયત્રી મંદિર પાસે કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા જાતે કોળી (ઉવ.૪૦) રહે. વાંકાનેર વાળાને કિશોરભાઇ મગનભાઇ કોળી રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી વાળાએ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાન કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીને દબોચી લીધેલ છે જો કે, જે ફરિયાદી નોંધાઈ છે તેમાં લખાવ્યું છે કે, કિશોરભાઇ કોળીની પત્ની સામે મૃતક કેશાભાઈએ જોયું હતું જેથી પત્ની સામે કેમ જોયુ તેમ કહીને કિશોરએ બોલાચાલી અને મારા મારી કરી હતી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને આ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઝડપી લીધેલ હોવાથી ત્યાથી આરોપીનો કબજો લેવા માટે વાંકાનેર પોલીસે તજવીજ શરૂ કરેલ છે
