મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 5 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 5 લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર પાસેથી દારૂ ભરેલ કાર પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પોલીસ પ્રયાસ કરતાં કાર ચાલકે કારને મારી મૂકી હતી અને ત્યાર બાદ પોલીસ હેડ કવાર્ટર પાસે કાર અકસ્માત થયેલ હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 1 લાખની કિંમતનો દારૂ તથા 4 લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પરથી દારૂ ભરેલ બલેનો કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેના આધારે મકાનસર ગામ પાસે પોલીસે વોચ રાખી હતી ત્યારે મળેલ હકીકત મુજબની કાર ત્યાંથી પસાર થતા બલેનો કાર નંબર જીજે 3 એનબી 5592 ને રોકવા માટેનો પોલીસ ઇસરો કર્યો હતો ત્યારે કાર ચાલકે કારને રોકી ન હતી અને કારને મોરબી બાજુ મારી મૂકી હતી જે કારનો પોલીસે પીછો કર્યો હતો તેવામાં કાર લઈને નાસી ગયેલા શખ્સની કારનો પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયો હતો અને કાર પાસે કોઈ હતું નહીં જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1 લાખ રૂપિયાની કિંમતનો દારૂ તથા 4 લાખની કિંમતની કાર આમ કુલ મળીને 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર છોડીને નાસી છૂટેલા કાર ચાલક તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

6 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ સાવરીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલ બળી આવી હતી જેથી પોલીસે 7,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપી મળી આવેલ ન હતો જો કે ત્યાર બાદ આરોપી મહેશભાઈ ધનજીભાઈ સાવરીયા રહે. ઉમિયાનગર ભડીયાદ મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News