મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસે અકસ્માત થયેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 5 લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા
મોરબીમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ, વાહન સહિત કુલ મળીને 66,500 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને બે શખ્સની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં સરકારી હોસ્પિટલના ગેટ પાસે ચા ના ગલ્લા નજીક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે 5,500 ની રોકડ તથા એકટીવા નંબર જીજે 36 એએસ 6427 આમ કુલ મળીને 66,500 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ સવજીભાઈ ખાખરીયા (32) રહે. રણછોડનગર મોરબી તથા જાવીદભાઈ યુનુસભાઇ ખોખર (36) રહે. સિપાઈ વાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ ઉપર મિલિનિયમ કારખાના સામે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈરફાનભાઇ રફીકભાઈ સમા (26) રહે. સોઓરડી વરિયાનગર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 320 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.