માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આર્થિક કારણોસર એક પણ દીકરો કે દીકરી અભ્યાસ ન છોડે તે માટે ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં દરેક પાટીદાર પરિવાર આર્થિક સહયોગ આપે: મનોજ પનારા


SHARE















મોરબી જીલ્લામાં આર્થિક કારણોસર એક પણ દીકરો કે દીકરી અભ્યાસ ન છોડે તે માટે ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં દરેક પાટીદાર પરિવાર આર્થિક સહયોગ આપે: મનોજ પનારા

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ કથીરિયા તેમજ મોરબી જિલ્લાની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે વ્યાજખોરી, રોમિયોગીરી સહિતના જે સમાજ માટેના ચિંતાના વિષયો છે તેની મંચ ઉપરથી ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને પાટીદાર સમાજના દીકરાઓ કે દીકરીઓ આર્થિક કારણોસર તેનો અભ્યાસ ન છોડે તેના માટે થઈને વિશેષ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા વ્યાજખોરોના ચંગોલમાં ફસાયેલા પાટીદાર સમાજના યુવાનો અને તેઓના પરિવારોને મુક્ત કરાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં ખૂબ સારી સફળતા મળી છે. ત્યારે સમાજમાં ક્રાંતિ લાવવા માટે થઈને પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હૉલ સામેના મેદાનમાં સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયથી યુવા આગેવાન તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા અલ્પેશભાઈ કથીરિયા ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીમાં કાર્ય કરતી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને દાતાઓ હાજર રહ્યા હતા. ત્યારે મનોજભાઇ પનારાએ કહ્યું હતું કે, પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ કામગીરીના કારણે ગુંડાગીરી, લૂખ્ખાગીરી અને રોમિયોગીરી ઉપર કંટ્રોલ આવેલ છે પરંતુ હજુ આ દૂષણને 100 ટકા નાબૂદ કરવા માટે અમારું સંગઠન કામ કરી રહ્યું છે.

ખાસ કરીને પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ કઈ રીતે કામગીરી કરી રહી છે, તે સંસ્થાઓની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, કયા કારણોસર આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી આ સહિતની બાબતો વર્તમાન પેઢી જાણે તે માટે મંચ ઉપરથી તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદાર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થયો છે તેની સાથોસાથ વ્યસન સહિતના કેટલાક દૂષણો ઘર કરી ગયા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા તેમાંથી પાટીદાર સમાજને મુક્ત કરવા માટે થઈને આગેવાનો દ્વારા ખાસ ટકોર કરવામાં આવી હતી.

આ સભાને સંબોધતા અલ્પેશભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન થયું તેના કારણે આજે અનામતનો લાભ પાટીદાર સહિત દરેક સમાજને મળી રહ્યો છે અને તેનાથી વર્ષે સીધી નહીં તો આડકતરી રીતે સમાજને 2000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આ તકે ગુજરાતમાં પાટીદાર સહિત જુદાજુદા સમાજની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાની જે ઘટનાઓ બને છે તેને રોકવા માટે અને ઓનલાઈન ગેમીંગ રમડીને યુવાનોને વ્યાજના ચક્રમાં ફસાવવામા આવે છે તે દૂષણને ડામવા માટે પણ પાટીદાર સમાજને સંગઠિત થવાની હાકલ કરી હતી.

મોરબી શહેર તથા જિલ્લાની અંદર પાટીદાર સમાજના હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ સારા શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ ન છોડે તે માટે થઈને પાટીદાર સમાજ દ્વારા ચિંતા કરીને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ જે વર્ષોથી કાર્યરત હતું તેને વટ વૃક્ષ બનાવીને પાટીદાર સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રમાં આગળ વધવા માટે અને પોતાની કારકિર્દી બનાવવા માટે મદદ રૂપ થવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રસ્ટમાં દરેક પાટીદાર પરિવાર પોતાની યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપે તેવી હાકલ મનોજભાઇ પનારા દ્વારા કરવામાં આવી હતી.






Latest News