મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે

26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. જેથી કરીને કાલે મોરબીમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે અને ખાસ કરીને દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. ત્યારે તેના રક્ષણ માટે મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ સંવિધાન બચાવો દિવસના ભાગરૂપે મોરબીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 29 ના રોજ સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન થશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખો તથા ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.




Latest News