મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે
હળવદ તાલુકાનાં અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી પકડ્યો
SHARE
હળવદ તાલુકાનાં અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી પકડ્યો
મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટિમ દ્વારા આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં હળવદ તાલુકામાંથી કરવામાં આવેલ અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં આવેલ છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી અને ભોગ બનનાર બંને મોરબીના જુની પીપળી ગામે રહેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે સ્થળ ઉપર જઈને આરોપી બળદેવભાઈ લાભુભાઈ રાજપરા રહે. જુની પીપળી તાલુકો મોરબી વાળાને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર પણ ત્યાંથી હસ્તગત કરી હતી અને ત્યાર બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને સોંપી દેવામાં આવેલ છે.