મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન
SHARE
મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન
મોરબી જીલ્લાની રામાનંદી સાધુ સમાજની ૧૧ દિકરીઓના સમુહ લગ્નનું શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમુહ લગ્ન મંડળ દ્રારા તા.૨૨-૨-૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં ફોર્મ ભરવાની તા.૧-૧૨-૨૫ થી તા.૧૦-૧૨-૨૫ સુધી સમાજ બંધુઓને ફોર્મ ભરી જવા અપિલ કરવામાં આવેલ છે.ફોર્મ ભરવા માટે નારણદાસ પી.રામાવત રહે.એમ-૫૦૪, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સામાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨ ખાતે સવારે ૧૦ થી ૧૨ રૂબરૂ આવવાનું રહેશે.૧૧ જ નામ નોંધવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરવામાં આવશે.
ફોર્મ ભરવા આવો ત્યારે વર-કન્યાના માતા-પિતાના આધાર કાર્ડની ઝેરોક્ષ, વર-કન્યાના આધાર કાર્ડ તેમજ જન્મના પ્રમાણ પત્રની ઝેરોક્ષ અને વર-કન્યાના ૩ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે.વધુ માહીતી માટે નયનભાઇ રામાવત (મો.૯૯૦૯૮ ૫૫૫૦૪), નારણભાઇ રામાવત (મો.૯૮૨૫૨ ૮૯૫૩૪), ફરસુરામભાઇ નિમાવત (મો.૯૯૧૩૬ ૭૦૦૪૨), અથવા મુકેશભાઇ રામાવત (મો.૯૮૨૫૪ ૦૩૨૮૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે









