અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પાછળ ટ્રક અથડાતા બે ઇજાગ્રસ્તો તેમજ જેતપર રોડ ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE









મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પાછળ ટ્રક અથડાતા બે ઇજાગ્રસ્તો તેમજ જેતપર રોડ ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના માળિયા હાઇવે ભરતનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રેલરની પાછળ ટ્રક અથડાતા ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર સહિત બે લોકોને ઈજા થતા મોરબી સિવિલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ભરતનગર પાસે ક્રિષ્ના હોટલ નજીક વાહન અકસ્માત થયો હતો.જેમાં ટ્રેલરની પાછળ ટ્રક અથડાતા ટ્રકમાં રહેલ શગુ વસુનીયા (૨૮) તથા એક અજાણ્યો પુરૂષ એમ કુલ બે લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસેના પોલો સર્કલ નજીક આવેલ લીડસન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના સુનીતાબેન ગોપ નામની ૨૦ વર્ષીય મહિલા તા.૫ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેમના લેબર કવાટરમાં રસોઈ બનાવતા હતા તે સમયે દાઝી ગયા હતા.જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને પણ રાજકોટ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભ નોંધ કરી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે. વાહન અકસ્માતમાં ઘવાયેલ બે

બાળકો સારવારમાં

મોરબીના જેતપર-દેવળિયા રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં નક્ષ લાખાભાઈ બાર (ઉંમર ૧૩) તેમજ પ્રિન્સ રસિકભાઈ સરસાવડીયા (ઉમર ૧૫) રહે.બંને જીવાપર (ચકમપર) તા.જી.મોરબી ઈજા પામ્યા હોય બંનેને શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાતેઓને માથાના ભાગ ઇજા થઈ હોય સારવાર માટે ખસેડાયા હતા.તાલુકા પોલીસ ખાતે નોંધ થતા સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા સોનલબેન અશ્વિનભાઈ પરમાર (૩૫) તથા રીટા અશ્વિનભાઈ પરમાર (૧૦) બંનેને ઘરે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માત

હળવદના નવા ઘનશ્યામપુર ગામે ગામ બાજુથી વાડી વિસ્તારમાં જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં હર્ષાબેન પ્રવીણભાઈ નામના ૪૨ વર્ષના મહિલાને ઇજાઓ થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ ટંકારાના સખપર ગામે રહેતા લાભુબેન પ્રાગજીભાઈ દેત્રોજા નામના ૮૦ વર્ષના વૃધ્ધા ટુ-વ્હીલકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી લવાયા હતા.




Latest News