મોરબી નજીક અકસ્માત સર્જીને રિક્ષા અને બાઇક ચાલકને હડફેટે લઈને બંનેનું મોત નિપજાવનાર ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી નજીક અકસ્માત સર્જીને રિક્ષા અને બાઇક ચાલકને હડફેટે લઈને બંનેનું મોત નિપજાવનાર ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના કેનાલ રોડ ઉપરથી થોડા દિવસો પહેલા વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા અને આધેડ રીક્ષા લઈને પસાર થયા હતા ત્યારે ઓડી કારના ચાલકે તે બંને વાહનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તે બંનેના વાહનોમાં પણ નુકસાની થયેલ હતી જો કે, ઇજા પામેલા બંને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજાયા હતા જેથી હાલમાં મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઓડી ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના કેનાલ રોડ ઉપર તા 3/12 ના રોજ સવારે 11 વાગ્યે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા ઓડી ગાડીના ચાલકે બાઈક અને રિક્ષાને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા થયેલ હતી જેમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અમીધારા એપાર્ટમેન્ટની પાછળ રાધે પાર્ટી પ્લોટ પાસે રહેતા મહાદેવભાઇ રણછોડભાઈ મારવાણીયા (67)ના બાઇક નં. જીજે 3 ડિક્યું 2321 ને હડફેટે લેતા તેઓને ઈજા થઈ હતી અને બાઈકમાં નુકશાન થયું હતું આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદ શેરી નં-3 માં રહેતા કુરબાનભાઈ પીરભાઈ સુરાણી (55) નામના આધેડ પોતાની રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0730 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રિક્ષાને હડફેટે લીધી હતી જેથી રિક્ષામાં નુકશાન થયું હતું અને કુરબાનભાઈને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ત્રિપલ અકસ્માતના બનાવમાં સંદર્ભે હાલમાં મૃતક કુરબાનભાઈના પત્ની મેરૂબેન કુરબાનભાઈ સુરાણી (40) રહે. રવાપર રોડ દાઊદી પ્લોટ- ૩ મોરબી વાળાએ હાલમાં ઓડી કાર નંબર જીજે 1 કેજેડ 6827 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.









