મોરબી નજીક રોડ સાઈડમાં કુદરતી હાજતે બેઠેલા 2 વર્ષના બાળકને ટ્રક ચાલકે પાછળના જોટા હેઠળ કચડી નાખ્યો: અરેરાટી
SHARE
મોરબી નજીક રોડ સાઈડમાં કુદરતી હાજતે બેઠેલા 2 વર્ષના બાળકને ટ્રક ચાલકે પાછળના જોટા હેઠળ કચડી નાખ્યો: અરેરાટી
મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે રોડ નજીક કુદરતી હાજીતે ગયેલા બે વર્ષના બાળકને રિવર્સમાં ટ્રક લેતા સમયે ટ્રકના ચાલકે હડફેટે લીધો હતો અને ટ્રકનો પાછળનો જોટો બાળક ઉપર ફેરવી દીધો હતો જેથી તે બાળકને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના દાદાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં ભડીયાદ કાંટા પાસે આવેલ રામદેવપીર મંદિર સામે રહેતા ભુપતભાઈ મગનભાઈ કણસાગરા (54)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રક નંબર જીજે 3 એટી 2379 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો પૌત્ર હાર્દિક અજયભાઈ કણસાગરા (2) ગત તા. 5/12 ના રોજ સવારના 6:45 વાગ્યાના અરસામાં તેઓના ઘર નજીક રોડ સાઈડમાં કુદરતી હાજતે બેઠેલ હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનો ટ્રક રિવર્સમાં લીધો હતો અને ફરિયાદીના પૌત્રને હડફેટે લઈને ટ્રકનો પાછળનો જોટા તેના ઉપર ફેરવી દીધો હતો જેથી કરીને બાળકને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા હાર્દિક કણસાગરનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક બાળકના દાદાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
વૃદ્ધ સારવારમાં
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા રામજીભાઈ મોહનભાઈ દલવાડી (82) નામના વૃદ્ધ રણજીતગઢ ગામ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી તે પડી ગયા હતા જેથી તેઓને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









