મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
SHARE
મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા સોસાયટીસ પાસેથી પસાર થતા રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે કારણ કે તે સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરમાં ચોમાસા સમયથી વરસાદી પાણી ભરાયેલ છે તે વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે જો તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્થાનિક લોકોની ગટર ઉભરાવાની જે સમસ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે જેથી લોકો વિરોધ કરી રહ્યા છે.
મોરબીના નાની વાવડી ગામ નજીક સુમતીનાથ સોસાયટી આવેલ છે ત્યાં મહિલાઓ સહિતના લોકો દ્વારા હાલમાં રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાવડી ગામથી લઈને વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સુમતિનાથ સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરની અંદર ચોમાસા દરમિયાન પડેલ વરસાદનું પાણી ભરાયેલ છે જેનો નિકાલ થતો નથી અને હાલમાં તે પાણીનો સુમતીનાથ સોસાયટીની ગટરમાં નિકાલ કરવા માટેની જેસીબીની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જો, આ પાણીનો ગટરમાં નિકાલ કરવામાં આવે તો સુમતીનાથ સોસાયટીના લોકોની સમસ્યામાં વધારો થાય તેમ છે જેથી લોકો કામનો વિરોધ કરી રહ્યા છે વધુમાં લોકોએ કહ્યું છે કે આજની તારીખે પણ તેઓના વિસ્તારમાં ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ છે અને જો વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરશે તો સમસ્યામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને આ વરસાદી પાણીનો નિકાલ ગટરમાં ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.









