મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ


SHARE









માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ

તાજેતરમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં ૧૩૨ કેવી મોટા દહિંસરા લીલો લાઇનના કામ બાબતે જેટકોના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવામાં આવેલ છે તેને રદ કરવા માટે મોરબી જીઈબી એન્જિનિયર એસો. દ્વારા એસપીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત એનર્જી ટ્રાંસમિશન લિમિટેડ (GETCO) કોર્પોરેશનને મળેલ અધિકારની રુએ, જેટકો દ્વારા ૧૩૨ કેવી D/C લીલો મોટા દહિંસરા લાઈનની  કામગીરી જાહેર હીતમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ લાઇન અને ૧૩૨ કેવી મોટા દહિંસરા સબસ્ટેશનની માળખાકીય સુવિધા મળતા, માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં ખુબ જ મોટો વધારો થયો છે. જો કે, હાલમાં જીલ્લામાં સરકારી કર્મચારીઓને માનસિક રીતે હેરાન-પરેશાન કરવા, કારકિર્દિ ખતમ કરવા, જેટકો તથા રાજ્ય સરકારને બદનામ કરવા, ભયનો માહોલ ઉભો કરવા, બ્લેક મઈલ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં બે દિવસ પહેલા જેટકોના અધિકારીઓ ઉપર વર્ષ ૨૦૧૮ માં કરેલ કામગીરીમાં એક વ્યક્તિની કથિત સહી અને બે ભાઇઓ વચ્ચે જમીન વિવાદમાં આશરે એક વરસ પછી જમીન માપણી કરાવીને જેટકોના દરેક પ્રકારના કાગળ જેમાં (લાઇનમાં કંઇ ખોટુ થયેલુ નથી) એવા GETCO દ્વારા લખાયેલા પત્રોને અવગણીને આશરે આઠ વર્ષ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે જેટકો ઓથોરિટીની પૂર્વ મંજુરી વગર, જેટકો અધિકારીની જાણ બહાર અને પુરતી તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થઇ છે. જેથી કરીને ખોટી રીતે કરવામાં આવેલ એફઆઈઆર તાત્કાલીક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News