હળવદના રણછોડગઢ ગામે વાડીમાંથી 2600 લીટર આથો-215 લીટર તૈયાર દેશી દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ
મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી ગાળા ગામના યુવાનનું મોત
SHARE
મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી ગાળા ગામના યુવાનનું મોત
મોરબીના ગાળા ગામે રહેતો યુવાન બેલા ગામના તળાવમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ગાળા ગામે રહેતો જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વરાણીયા (38) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે તળાવમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ અશોકભાઈ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









