મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં સમગ્ર જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે સામાકાંઠે આવેલ ઋષભનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રો, ગુણો અને મહિમાઓના ગુણાનુવાદ સાથે શાસ્ત્રોનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપ્યું છે.

મોરબીમાં આવેલ ઋષભનગરમાં ચબૂતરા પાસે (ગરબી ચોકમાં) આ  કથા તા 24/12 થી શરૂ થશે અને તા 31/12 ના રોજ તેનો વિરામ થશે. અને કથાનો સમય દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી રહેશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ કથાના વક્તા તરીકે ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે વ્યાસાસનેથી શ્રોતાઓને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૂર્સિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ ,શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર,પરીક્ષિત મોક્ષ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે અને કથા દરમિયાન કોઈપણ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પિતૃઓનું પૂજન, ભાગવતજી પૂજન તેમજ કથામાં આવતા ઉત્સવોના પ્રસંગોમાં લાભ લેવા ઇચ્છતા યજમાનોએ શાસ્ત્રીજી (8000911444) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કથાનું આયોજન ઋષભનગર, મહાવીરનગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ  દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનો લાભ લેવા આયોજકોએ ભાવિક ભકતોને આમંત્રણ આપ્યું છે.




Latest News