મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીની ઓરડીમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસથી પાણી પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીની ઓરડીમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસથી પાણી પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતા ઓરડીમાં હતી ત્યારે ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં દિનેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અશ્વિનભાઈ ભુપતભાઈ ધાણકાપગીના પત્ની બુધલીબેન ધાણકાપગી (19) તા.4 /12 ના રોજ વાડીની ઓરડીએ હતા ત્યારે ત્યાં ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી લઈને પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાના કારણે તેને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી હતી તેવામાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે




Latest News