મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં 92.88 લાખના સાયબર ફ્રોડનો જે.ડી. એન્ટરપ્રાઇઝ પેઢીના બેન્ક એકાઉન્ટ ધારક સહિત બે સામે નામ જોગ ગુનો નોંધાયો: એકની ધરપકડ


SHARE



































મોરબીમાં 92.88 લાખના સાયબર ફ્રોડનો જે.ડી. એન્ટરપ્રાઇઝ પેઢીના બેન્ક એકાઉન્ટ ધારક સહિત બે સામે નામ જોગ ગુનો નોંધાયો: એકની ધરપકડ

મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડને લગતી ફરિયાદો ધડાધડ કરવામાં આવી રહી છે તેવામાં જે.ડી. એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલાવીને તેના એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 92,88,802 રૂપિયા સાઈબર ફ્રોડ કે છેતરપિંડી કરીને મેળવ્યા હતા ત્યાર બાદ તે રકમ ચેક અથવા એટીએમથી વિડ્રો કરીને કરવામાં આવી હતી જેથી બેન્ક એકાઉન્ટ ધારક સહિત કુલ બે વ્યક્તિઓની સામે વી ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે લોકોની સાથે સાયબર ફ્રોડ કે છેતરપિંડી કરવામાં આવે છે અને તેની પાસેથી નાણા મેળવી લેવામાં આવતા હોય છે ત્યારબાદ પરત આપવામાં આવતા નથી આવી ઘટનાઓ સમગ્ર દેશની અંદર અનેક જગ્યાએ બની રહી છે ત્યારે હવે સાયબર ક્રાઇમના મૂળ સુધી જવા માટે જે બેન્ક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવતા હોય છે તે બેન્ક એકાઉન્ટના ધારક સહિતના લોકોની સામે ગુના નોંધીને આરોપીઓને ક્રમશઃ પકડવામાં આવતા હોય છે તેવામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો છે જેમાં મોરબીની ઉમા ટાઉનશીપની બાજુમાં અનંતનગર શેરી નં. 2 માં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠમાં રહેતા ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયા નામના શખ્સ જે.ડી.એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલાવી હતી અને તે પેઢીના બેન્ક એકાઉન્ટમાં તથા સેવિંગ એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 92,88,802 રૂપિયા જમા કરાવ્યા હતા અને બેક એકાઉન્ટ ધારકને કમિશનની લાલચ આપી તેની પાસેથી તમામ ડોક્યુમેન્ટ અને બેંકની કીટ મેળવી લઈને દિવ્યરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રાખી હતી અને સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડીથી મેળવેલા નાણા ચેક અથવા એટીએમથી વિડ્રો કર્યા હતા અને તેને સગેવગે કર્યા હતા જેથી હાલમાં પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ગુનાની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.આર. સિંધવ ચલાવી રહ્યા છે અને હાલમાં આ ગુનામાં એક આરોપી ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયા (32) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક ચોરી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હોમ ડેકોર મેળાના ગ્રાઉન્ડમાથી બાઈક નંબર જીજે 3 એચડી 1302 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા (34) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી સરસ્વતી હિલ્સ ફ્લેટ નંબર 302 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News