વાંકાનેરમાં ધંધામાં નુકસાની જતાં વ્યાજે લીધેલ 11 લાખ સામે 12.70 લાખ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ
SHARE
વાંકાનેરમાં ધંધામાં નુકસાની જતાં વ્યાજે લીધેલ 11 લાખ સામે 12.70 લાખ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ
વાંકાનેરમાં રહેતા યુવાનને ધંધામાં નુકસાની ગઈ હતી જેથી રૂપિયાની જરૂર પડતા તેને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 11 લાખ રૂપિયા લીધેલા હતા અને તેની સામે તેણે 12,70,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ યુવાન પાસેથી અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.
વાંકાનેરના લુણસરિયા ગામે રહેતા દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (25)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહેશ્વરી મકવાણા તથા આકાશ દલાભાઈ પરમાર રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેને ધંધામાં નુકસાન ગયું હોવાથી રૂપિયાની જરૂર હતી જેથી કરીને તેણે મહેશ્વરી મકવાણા પાસેથી 6 લાખ રૂપિયા તેમજ આકાશ પરમાર પાસેથી 5 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલા હતા અને તેની સામે ફરિયાદીની થાર ગાડીનું નોટરી લખાણ કરાવી લઈ ઓરીજનલ આરસી બુક તેની પાસે લઈ લઈને આરોપીએ પોતાની પાસે રાખી લીધી હતી અને આજ દિવસ સુધીમાં ફરિયાદીએ 11 લાખની સામે 12,70,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરવામાં આવે છે અને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવે છે અને બળજબરીથી વધુ રૂપિયા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









