વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
SHARE
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
વાંકાનેરના જીનપરા પ્રતાપપરા શેરી નં-7 માં રહેતા વૃદ્ધને ડાયાબિટીસની બીમારી હોય તેની સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ ગયા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા પ્રતાપપરા શેરી નં-7 માં રહેતા વિનોદરાય પ્રભુલાલ કટારીયા (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેમને ડાયાબિટીસની બીમારી હોય જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલે પહોંચશે ત્યારે ડોક્ટરે તેમને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1200 લીટર આથો ઝડપાયો
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં છતર જવાના રસ્તે નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ મનસુખભાઈ લોરીયા રહે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









