વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
વાંકાનેરના મહીકા ગામ પાસે 22 દુકાનો ભાડે આપીને પોલીસને જાણ કરનારા દુકાનદાર સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરના મહીકા ગામ પાસે 22 દુકાનો ભાડે આપીને પોલીસને જાણ કરનારા દુકાનદાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરમાં મહીકા ગામના પુલ પાસે મહીકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કોમ્પલેક્ષમાં 22 જેટલી દુકાનો ભાડા કરાર વગર ભાડે આપવામાં આવી છે જેથી દુકાનોના માલિક સામે જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ સબબ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં રહેણાંક મકાન, દુકાન કે કારખાનાના શેડ વિગર જેવી વસ્તુઓ ભાડે આપવામાં આવે તો તેના ભાડા કરાર કરીને તે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે થઈને જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ તેની ઘણી વખત અમલવારી થતી નથી તેવી જ રીતે વાંકાનેર તાલુકાના મહીકા ગામના પુલ પાસેથી મહીકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કોમ્પ્લેક્સની 22 જેટલી દુકાનો ભાડા કરાર વગર ભાડે આપવામાં આવી હતી અને તે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને કલેકટરના જાહેરનામાના ભંગ સબબ દુકાનના માલિક ઉસ્માનભાઈ આહમદભાઇ બાદી (65) રહે. મહીકા તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
વાંકાનેરના વીસીપરા ચોક પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા (35) રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 1250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ફિરોજભાઈ હસનભાઈ કટિયા (43) રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1450 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









