મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત


SHARE











મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર પહોચ્યા હતા અને ત્યાં જઈને મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓને મળ્યા હતા અને ત્યારે જૂના યુનિટોમાં જંત્રીનું મૂલ્ય વધુ આવતાં ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓ, GPCB સંબંધિત પ્રશ્નો, ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો, નવા સબ સ્ટેશન બનાવવા સહિતની રજૂઆતો કરી હતી. જેના માટે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ સુખદેવભાઈ, શામજીભાઈ તથા રમેશભાઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા તેમના અંગત સચિવ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બાંધકામ જંત્રી સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જૂના યુનિટોમાં જંત્રીનું મૂલ્ય વધુ આવતાં ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમની સમક્ષ GPCB તથા ગ્રાઉન્ડ વોટર સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દાઓ પર પણ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું તેમજ આગામી સમયમાં મોરબીની મુલાકાત લઈ ઉદ્યોગોને લગતા GPCB સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાથે મુલાકાત દરમિયાન 66 કે.વી. સાપર તથા 220 કે.વી. રંગપર સબસ્ટેશન અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે તેમણે સંબંધિત વિભાગને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ગુજરાત ગેસના ભાવમાં ઘટાડા માટે કરાયેલ ભારપૂર્વક રજૂઆત પર પણ તાત્કાલિક નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી અને ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં સકારાત્મક કાર્યવાહી કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.






Latest News