મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત


SHARE













મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત

મોરબીના ગીડચ ગામેથી ટેકાના ભાવે મોરબીના યાર્ડમાં મગફળી વેચવા માટે મૂકી ગયા હતા ત્યાર બાદ બીજા દિવસે સવારે બે ભાઈ મોરબી આવી રહ્યા હતા ત્યારે તેનો કૌટુંબિક ભાઈ પણ તેની સાથે મોરબી આવતો હોય ત્રીપલ સવારી બુલેટમાં તે મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાણીના ટેન્કરના ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગીડચ ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બુલેટ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે અકસ્માતના બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલ ભાવેશ લાભુભાઈ ટીડાણી (24) અને મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (27) નામના બે યુવાનોના ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નીપજ્યા હતા જેથી તે બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા (24) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં આ બનાવ સંદર્ભે મૃતક મહેશ કુંવરિયાના પિતા પ્રેમજીભાઈ કુંવરિયા સાથે ફોન ઉપર વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે તેઓની મગફળી વેચવા માટે થઈને સોમવારે સાંજે ત્યાં ટ્રેક્ટર મૂકીને આવ્યા હતા અને ત્યારબાદ મંગળવારે સવારે 10:00 વાગ્યાના અરસામાં તેમના બે દીકરા મહેશભાઈ અને અનિલભાઈ પોતાના ગામથી માર્કેટયાર્ડ જતા હતા ત્યારે તેમના કૌટુંબિક પૌત્રનો દીકરો ભાવેશ ટીડાણી પણ તેની સાથે મોરબી જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો અને અકસ્માતના આ બનાવમાં ભાવેશ તથા તેમના દીકરા મહેશનું મોત નીપજ્યું છે જ્યારે અનિલભાઈને ઇજા થ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.




Latest News